Friday, July 16, 2010

મારી પ્રથમ મુસાફરી

તમને ખબર છે હું એક અઠવાડિયા માટે  મારા ના ઘરે આંણદ ગઈ હતી. ફઈ અને ફુવા મને તેડવા માટે મારી ઘરે આવ્યા હતા. હું અને મમ્મી તેમની સાથે છુક છુક ગાડીમાં બેસી ને ગયા હતા. મને તો ખુબજ મજા પડી ગઈ. પેલા તો છુક છુક ગાડીનો અવાજ સાંભળી ને હું રોવા લાગી હતી. બસ ત્યાર બાદ તો મને બધું જોવાની મજા આવી. બારી પાસે બેસી ને હું બધું નવું નવું જોતી હતી અને એમજ ક્યારે આંણદ આવી ગયું એની મને ખબર પણ ના પડી. શૈલીદીદી મારી બાજુમાં જ બેઠા હતા. પછી હું થાકી ગઈ એટલે ક્યારે મને ઊંઘ આવી ગઈ એની પણ ખબર ના પડી. 




ફઈના ઘરે તો મને બોવ મજા પડી કેમકે ત્યાં સર્કસ આવ્યું હતું ને હું ત્યાં હાથી જોવા ગઈ હતી.  શૈલીદીદી અને ધ્રુવભાઈ જોડે રમવાનું ને પછી સુઈ જવાનું. ફઈ રોજ મારા માટે નવા નવા વાવા સીવતા હતા અને રોજ હું ઈ પહેરતી હતી. ઝાઝા બધા વાવા તો મમ્મીએ બેગમાં પણ મૂકી દીધા. ત્યાં ઢીંગલી સાથે તો મેં ફ્રેન્ડશીપ પણ કરી લીધી. હું રોજ બા અને દાદા સાથે ફોનમાં વાત કરતી. સવારે બા સાથે વાત કરવાની ને સાંજે દાદા સાથે વાત કરવાની. 




પછી શનિવારે પપ્પા અને કલ્પેશ કાકા મને લેવા માટે આવ્યા. આંણદથી અમે વિદ્યાનગર ફરવા ગયા હતા. ત્યાં અમે પપ્પાના સરને મળવા ગયા હતા.  પપ્પાના સર ડીઝાઈનની વાતો કરતા હતા, આ વાતોમાં મને ખબર નોતી પડતી પણ હું શાંતિથી સંભાળતી હતી. તમને ખબર છે રવિવારે તો હું સ્વીમીંગપુલમાં પેલી વાર બેસી. પાણીમાં બેસવાની મજા આવી. અમદાવાદ આવતા સુધીમાં તો હું સુઈ ગઈ અને અમદાવાદ આવી ગયું.